બે માણસો મુસાફરી કરી રહ્યા હતા. એક ધનવાન અને શાણો હતો, બીજો લુચ્ચો અને લફંગો હતો. ધનવાન માણસ રોજ સવારે ખાનગીમાં પોતાનું ધન ગણતો અને પછી ડગલા અને ખમીસ નીચેની બંડીમાં તે ધન મૂકી દેતો. લુચ્ચા માણસે છુપાઈને જોઈ લીધું કે ધનવાન પાસે ઘણાં નાણાં છે. ધનવાન ખમીસ અને ડગલા નીચેની બંડીમાં નાણાં મૂકી દેતો એટલે દિવસના તો તે નાણાં મેળવી શકાય તેમ નહોતું, પણ લાગ મળે એટલે રાતે નાણાં ઉપાડી નાસી જવું એવો લુચ્ચા માણસે ઈરાદો કર્યો. ત્રણ રાતની મુસાફરી હતી. ધનવાન સૂઈ જાય તે પછી લુચ્ચો માણસ ધનવાનો થેલો, ઝોળી અને બીજા સામાનમાં ધન ખોળતો. ધનવાને પહેરેલાં કપડાં અને ખિસ્સાઓ ફંફોળી તપાસ કરતો. ડગલા અને ખમીસ નીચેની બંડીના ભાગ પર હાથ ફેરવી જોતો. ધનવાનના ઓશીકા નીચે પણ જોયું. કયાંય ધન દેખાતું નહોતું. લુચ્ચા માણસે ત્રણે રાત તપાસ કરી, પણ કયાંય ધન દેખાયું નહીં કે હાથ લાગ્યું નહીં.
ચોથા દિવસની સવારે લુચ્ચા માણસથી રહેવાયું નહીં. તેણે ધનવાનને પૂછી જ નાખ્યું, ‘‘ ભાઈ, દિવસના ભાગમાં તો તમે તમારું ધન ખમીસ- ડગલાની નીચેની બંડીમાં રાખો છો, પણ રાતે સૂતી વખતે તમારા સામાનમાં કે તમારા ઓશીકા નીચે કયાંક છુપાવતા હશો, ત્રણ રાતથી હું તપાસ કરું છું, પણ તમારું ધન કયાંય જડ્યું નહીં. હવે તો તમારું ધન હું ચોરી શકવાનો નથી, પણ મને કુતૂહલ છે કે તમારું ધન તમે કયા સંતાડતા હતા. મને જરા એ જણાવો તો સંતોષ થશે.’’
શાણા ધનવાને કહ્યું ,‘‘ ભાઈ મારા ધનનો બટવો હું તારા ઓશીકા નીચે સંતાડતો હતો. મને ખબર હતી કે તું ત્યાં તપાસ કરવાનો નથી અને બહાર ફાંફાં મારવાનો છે.’’ આપણે પણ આપણા અંતરમાં જોતા નથી. આપણો ઈશ્વર ત્યાં વસેલો છે, પણ તેને ખોળવા આપણે બહાર મંદિર, મસ્જિદ અને બીજાં થાનકોમાં ખોળાખોળ કર્યા કરીએ છીએ.
મોટા ભાગે આપણે સામેની વ્યક્તિ શું કરે છે, તે જોઇએ છીએ...
પણ પોતાની અંદર જોતા નથી કે આપણે કોણ છીએ અને કેટલામાં છીએ...
સામેની વ્યક્તિમાં દોષ જોઇએ છીએ પણ જ્યારે તેનામાં ઇશ્વરને જોતા થઇશું,
ત્યારે બેડો પાર થઇ જશે.......
-----------------------------------------------------------------
A Proud Indian Canadian
That's 100% right brother...
Keep posting such nice thoughts....
Another
Garvo Gujarati...
Ok Guptaji..
Let's say together...
Garvo Bhartiya .. Garvo Hindustani....
Happy Diwali to everyone !!!
Advertise Contact Us Privacy Policy and Terms of Usage FAQ Canadian Desi © 2001 Marg eSolutions Site designed, developed and maintained by Marg eSolutions Inc. |